+91-265- 237-1880 info@nisargopachar.org www.nisargopachar.org

Behind Gayatri School, Gotri Road, Gotri Road, Vadodara, India - 390021

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
4

14 Reviews

5
100%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Nisargopachar Kendra in Behind Gayatri School, Gotri Road, Gotri Road, Vadodara

Nisargopachar Kendra (Nature Cure Center), Gotri, is located in the western part of Vadodara, the cultural city of Gujarat. The Center is spread across three acres of land, amidst lush green foliage, adorned by aromatic plants and herbs and the pleasant call of a multitude of birds. The serene surroundings and the pure air and water in the Ashram make it especially conducive for the kind of treatment it offers for rejuvenating health.

The Center was established in 1978 by Vadodara Jilla Sarvodaya Mandal, a registered charitable trust. The activities of the trust are inspired by the common ideology of Mahatma Gandhi, Vinoba Bhave and Jayprakash Narayan. The Center is run with the mission to provide nature cure and alternate therapies with scientific and holistic approach and to develop awareness towards healthy life style in the society.
=================
વિનોબા આશ્રમ, ગોત્રી ખાતે ચાલતું નિસર્ગોપચાર કેન્દ્ર એક સાધનસજ્જ પ્રાકૃતિક ચિકિત્સાકેન્દ્ર છે. એમાં ઈનડોર તથા આઉટડોર સ્વાસ્થ્ય સાધકો માટે વિવિધ પ્રકારની ચિકિત્સા ઉપલબ્ધ છે.

હેતુ
નિસર્ગોપચાર આધારિત ઉપચાર પદ્ધતિ દ્વારા દર્દીઓની વૈજ્ઞાનિક ધોરણે સારવાર થાય તે હેતુથી સન ૧૯૭૮માં વડોદરા જિલ્લા સર્વોદય મંડળ દ્વારા આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રની પ્રવૃતિઓ મહાત્મા ગાંધી-વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણના વિચારોની પ્રેરણાથી ચાલે છે અને તેનો હેતુ કેવળ સમાજસેવાનો છે.

સ્થાન વિશે
સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં, લીલીછમ હરિયાળી વચ્ચે ત્રણ એકરમાં પથરાયેલાં શાંત, પ્રાકૃતિક વાતાવરણમાં આ કેન્દ્ર આવેલું છે. વડોદરા શહેર ભારતનાં મોટાં શહેરો સાથે રેલ્વે, રસ્તા અને હવાઈ માર્ગે જોડાયેલું છે. હાલમાં કેન્દ્રમાં કુલ ૪૦ સ્વાસ્થ્ય સાધકોને દાખલ કરવાની સગવડ છે.

સુવિધાઓ
ડીલક્ષ, સેમી-ડીલક્ષ, સ્પેશિયલ અને જનરલ એમ ચાર પ્રકારની અલગ નિવાસની સુવિધાઓ છે. કેન્દ્રમાં ભાઈઓ તથા બહેનો માટે અલગ ઉપચારગૃહની સગવડ છે. કેન્દ્રમાં એક સાધનસજ્જ કસરતખંડ તથા યોગ અને પ્રાર્થનાખંડ છે. કેન્દ્રના સંપૂર્ણ શાકાહારી રસોડામાંથી કેન્દ્રમાં સારવાર લેતા સાધકોને તથા તેમની સાથે રહેનારાઓને જરૂરિયાત પ્રમાણે આહાર મળી રહે છે. કેમ્પસની જમીનના એક ભાગમાં સજીવ ખેતી દ્વારા ઉગાડાયેલા શાકભાજી તથા ફળોનો ઉપયોગ કેન્દ્રના રસોડામાં થાય છે. કેમ્પસમાં એક સુંદર બાગ, ઔષધવાડી તથા બાળકો માટે ક્રીડાંગણ છે. ચાલવા માટે જોગીંગ ટ્રેક પણ છે.

ચિકિત્સકો
એક પૂર્ણકાલીન મેડિકલ ડોક્ટર કમ-પ્રાકૃતિક ચિકિત્સક કેન્દ્રમાં કામ કરે છે. ડોક્ટર પણ કેન્દ્રમાં જ રહે છે. ઉચ્ચ લાયકાત ધરાવતા ચિકિત્સકોની દેખરેખ હેઠળ તાલીમ પામેલી ઉપચારકો દ્વારા સારવાર આપવામાં આવે છે. ઉપચાર, સારવાર, રસોઈઘર કે વહીવટી વ્યવસ્થામાં સેવા આપતા કાર્યકરો એમના મૈત્રીપૂર્ણ વ્યવહાર માટે જાણીતા છે.

કયા દર્દો માટે સારવાર
ડાયાબિટીશ, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ, સંધિવા, વા તથા અન્ય પ્રકારના દુખાવા, દમ, લકવા, કપંવા તનાવ તથા હતાશા, મેદસ્વિતા, ચામડીના દર્દો જેવા કે ખરજવું, સોરાયસિસ, અપચો, કબજિયાત, લાંબા ગાળાની બિમારીઓ, શરીરશુદ્ધિ, રીજુવેનેશન તથા જીવનશૈલી ફેરફાર

ઉપચારની પદ્ધતિ
કુદરતી આહાર અને ઉપવાસ દ્વારા શરીરશુદ્ધિ, યોગાસનો, સૂક્ષ્મ ક્રિયા અને પ્રાણાયામ, યોગનિદ્રા તથા શિથિલીકરણ, કાઉન્સેલીંગ, વાનસ્પતિક (હર્બલ) સારવાર, વરાળસ્નાન, વરાળ શેક, સ્પાઈનલ બાથ, ફુલ ટબ બાથ, કટિસ્નાન, એનિમા, માટીલેપ, માટીપટ્ટી, સૂર્યસ્નાન, ગરમ-ઠંડા શેક, એક્યુપ્રેશર અને રીફ્લેક્સોલોજી, શિરોધારા, રીલેક્સેશન હેલ્થ મસાજ, થેરાપેટીક મસાજ, જીમ્નેશિયમમાં કસરત, પ્રાર્થના અને ધ્યાન

પ્રવેશ માટે
કેન્દ્રમાં દાખલ થવા માટે અગાઉથી બુકિંગ કરાવવું જરૂરી છે.

Popular Business in vadodara By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.