Smt I N Tekrawala Secondary & Higher Secondary School, Surat - New Era

Smt I N Tekrawala Secondary & Higher Secondary School, Surat - New Era

3638 65 High School

ssetschool.org

Palanpur Patiya, Surat, India - 395009

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
4

65 Reviews

5
100%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Smt I N Tekrawala Secondary & Higher Secondary School, Surat - New Era in Palanpur Patiya, Surat

આ શાળા સુરત સ્ટેશનથી 5 કિલોમીટર ના અંતરે રાંદેર રોડ પર અડાજણ પાટીયા સ્થિત ધનમૉરા કોમ્પ્લેક્ષની પાછળ આવેલી છે. શાળાનું પ્રાંગણ 4000 ચો. મીટર ના વિસ્તારમાં હરીયાળી વૃક્ષોથી છવાયેલુ છે. અહીં ધો. 8થી 10 સુધીના વર્ગો ચાલે છે. સુગમ સોસાયટીનો સુંદર સહકાર શાળા ને અને ટ્રસ્ટને મળે છે.

શાળાનો ઉચ્ચ્તર માધ્યમિક વિભાગ રાંદેર રોડ પર અડાજણ પાટીયા થી 3 કિલોમીટર ના અંતરે પાલનપુર પાટીયા પાસે આવેલો છે. અહીં 4500 ચોરસમીટર ના વિશાળ પ્રાંગણમાં લીલાછમ બાગ ના સાનિધ્યમાં વિશાળ મકાનમાં ધોરણ 11 તથા 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહ ના વર્ગો ચાલે છે. ન્યૂ ઍરા હાઇસ્કૂલની સ્થાપના રાંદેર, અડાજણ વિસ્તારના બાળકોને શિક્ષણ આપવા માટે સાધના ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 1968 માં કરાઈ હતી. આર્થિક સ્થિતિ પ્રતિકૂળ હોવાથી ઇ.સ. 1977 માં મુ.કમળાબેન દેસાઈ અને મુ. અનંતરાય દેસાઈ ના પ્રયાસો થી શ્રી સત્ય સાંઇ ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શાળા નુ સંચાલન હ્સ્તગત કરાયું..

ઇસ. 1978 મા ગણિત વિજ્ઞાન ના શિક્ષક તરીકે શ્રી નલિનભાઈ દેસાઈ ની નિમણૂક કરવામા આવી અને શાળા ના વિકાસ નો પ્રારંભ થયો. ઈ.સ.1980 માં શાળા ના આચાર્યપદે શ્રી નલિનભાઈ દેસાઈ ની પસંદગી થઈ.ઈ.સ.1980 પછી શાળા ઍ વિદ્યાકીય સિધ્ધિઑ મેળવવા અને સહ અભ્યાસ પ્રવૃતિ મા વિદ્યાર્થીઓને સફળતા બધ્ધ શીખરો તરફ દોરી જવા આયોજન બધ્ધ પ્રયત્નો હાથ ધર્યા અને તેમા કામયાબી પણ મળી. ઈ.સ. 2004 મા શ્રી નલિનભાઈ દેસાઈ ની નિવૃત્તિ બાદ આચાર્ય પદે શ્રી જ્યોતિર પંડ્યા ની નિમણૂક થઈ .જેઓ શાળા ની સિધ્ધિ માં ઉત્તરોઉત્તર વધારો જ કરતા રહ્યા છે.

ઈ.સ 1985 મા શાળા ના શુભેચ્છક અને વાલિમિત્ર શ્રી જગદીશ ભાઈ ટેકરાવાળાઍ પોતાની 4500 ચોરસ મીટર જમીન શ્રી સત્ય સાંઇ ટ્રસ્ટ ને પોતાના માતા પિતા ના સ્મરણાર્થે અર્પણ કરી અને તેમાથી સર્જાઈ શ્રીમતી ઈન્દિરાબેન નાનુભાઇ ટેકરાવાળા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા. આ શાળા મા 1986-87 થી વિજ્ઞાન,વાણિજ્ય અને વિનયન વિધ્યાશાખા ના ધોરણ-11 અન 12 ના વર્ગો શરૂ થયા. આ શાળા ના વિદ્યાર્થીઓઍ પણ બોર્ડની પરીક્ષા માં પણ અનન્ય સિધ્ધિ પ્રાપ્ત કરી શાળા ની ગૌરવ આપવાની ઉજ્જ્વડ પરંપરા ઉભી કરી જે આજ દિન સુધી જળવાઈ રહી છે .અનન્ય સિધ્ધિ પ્રાપ્ત કરી શાળા ની ગૌરવ આપવાની ઉજ્જ્વડ પરંપરા ઉભી કરી જે આજ દિન સુધી જળવાઈ રહી છે.


વિજ્ઞાન પ્રવાહ નો નોન-ગ્રાંટેડ વર્ગ ઈ.સ.2000 જુનમાં શરૂ થયો જે વિશેષ રૂપે આકર્ષણ નુ કેન્દ્ર બન્યો અને આ લાભ ધોરણ 10 પાસ ઉચ્ચ ગુણ વાળા વિદ્યાર્થીઓને મળ્યો.શાળા મા અત્યારે ધોરણ 8 નાપાંચ,ધોરણ 9 ના ચાર અન ધોરણ 10 ના ચાર વર્ગો ચાલે છે. આ ત્રણેય ધોરણ માં ઍક ઍક વર્ગ ટેકનિકલ શિક્ષણ માટેનો છે. જેમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈજનેરી ડ્રોઈંગની 25-25 સીટો છે. આ તમામ વર્ગો આઈ. ઍન . ટેકરાવાળા હાઈસ્કુલ માં પારેખ ટેકનિકલ હાઈસ્કુલ ચૉક બજાર ના સહકાર થી ચાલે છે. શાળા નો સમય બપોરે 12.10 થી સાંજે 5.50 નો અને શનિવારે સવારે 7.40 થી 11.20 નો છે . શ્રીમતી. આઈ. ઍન. ટેકરાવાળા ઉચ્ચ. માધ્યમિક શાળા પાલનપુર પાટીયા પાસે રળિયામણા વાતાવરણમા આવેલ છે.આ શાળા મા ધોરણ 11 ના વિજ્ઞાન પ્રવાહ નો ઍક વર્ગ ,વાણીજ્યા પ્રવાહ ના બે વર્ગો, વિનયાન પ્રવાહ ના ઍક વર્ગ અન વિજ્ઞાન પ્રવાહ નો "નોન ગ્રાંટેડ " પ્રકાર નો ઍક વર્ગ ચાલે છે. આમ ધોરણ 11 મા કુલ 5 વર્ગો છે. તેવી રીતે ધોરણ 12 મા કુલ 5 વર્ગો છે. શાળા નો સૉમ થી શુક્ર્નો સમય સવારે 7.10 થી 12.20 નો અને શનિવારનો સમય બપોરે 11.45 થી 3.20 છે..

Popular Business in surat By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.