9925780383 contact@softstorminfosys.com www.softstorminfosys.com

Gujarati Foods, Surat, India - 394101

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
5

1 Reviews

5
100%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Gujarati Foods in Gujarati Foods, Surat

ગુજરાતી ભોજન એટલે ભારત, પાકિસ્તાન અને વિશ્વમાં ગમેતે સ્થળે વસતા ગુજરાતી લોકોનું ભોજન, જેઓની પશ્ચિમ ભારત અને દક્ષિણ પાકિસ્તાન (મોટા ભાગે સિંધ)માં બહુમતી છે.આ ભોજન પ્રાથમિક રીતે શાકાહારી હોય છે. એક શુદ્ધ ગુજરાતી થાળીમાં રોટલી, શાક, ભાત કે ખીચડી, દાળ કે કઢી હોયજ છે. આ ભોજન સ્વાદ અને ગરમીની બાબતે ઘણું વિશાળ હોય છે, જેનો આધાર દરેક કુટુંબની સ્વાદની પસંદગી અને તેઓ ગુજરાતનાં કયા પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે તે પર આધારીત હોય છે. ઉત્તર ગુજરાત, કચ્છ-કાઠિયાવાડ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ચાર ગુજરાતનાં મુખ્ય વિભાગો છે જે દરેક પોતાની અલગ ભોજન શૈલી ધરાવે છે. ઘણી ગુજરાતી વાનગી એકજ સમયે ગળી, ખારી અને તમતમતી મસાલેદાર સ્વાદ ધરાવતી પણ હોઇ શકે છે. ગુજરાતી ભોજન ક્યારેક વધુ પડતું તૈલી હોય છે.
ગુજરાતી ભોજનમાં, મુખ્ય ભોજનની સાથે અથાણાં, છાશ, ફરસાણ, મીઠાઈ વગેરે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ભોજનમાં ઋતુઓ પ્રમાણે, શાકભાજીની ઉપલબ્ધતા અને ઠંડી-ગરમી જેવી આબોહવા મુજબ, ફેરફાર કરવામાં આવે છે. એજ રીતે મસાલાઓનો ઉપયોગ પણ ઋતુઓને ધ્યાનમાં રાખીને વધુ ઓછો કરવામાં આવે છે. જેમકે ઉનાળામાં ગરમ મસાલાઓનો ઉપયોગ ઓછો કરાય છે.
ધાર્મિક કે આરોગ્યના કારણોસર કરવામાં આવતા ઉપવાસ, કે જે ગુજરાતી સમાજમાં સામાન્ય હોય છે, દરમિયાન મહદઅંશે દૂધ, ફળ સુકો મેવો વગેરેનો ઉપયોગ ભોજન માટે કરાય છે જેને ફરાળ (ફળાહાર) કહેવાય છે.
આધુનિક સમયમાં ઘણા ગુજરાતીઓ ખુબજ તીખા,તમતમતા અને તળેલાં ભોજનનાં શોખીન થતા જાય છે. ઘણાં રસોઇયાઓ ગુજરાતી ભોજન અને પાશ્ચાત્ય ભોજનનો સમન્વય કરીને અવનવી વાનગીઓ તૈયાર કરે છે.
શિયાળામાં સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારોમાં પોષ્ટિક ભોજન રૂપે, ભાખરી કે રોટલા, લસણવાળી ચટણી અને છાશ, ખુબજ પ્રખ્યાત ગણાય છે. આ ભોજન ઉર્જાનો ભરપુર સ્ત્રોત ગણાય છે, જે ગરીબ ગ્રામ્ય જનોને ઠંડીનાં સમયમાં ખેતરોમાં કામ કરવાની શક્તિ પુરી પાડે છે.
મીઠાઈમાં પણ મોટાભાગે સ્થાનિક વસ્તુઓ જેવીકે ગોળ, દૂધ, ખાંડ દૂધનો માવો તથા બદામ, પિસ્તા જેવા સુકા મેવાનો ઉપયોગ કરાય છે. મિઠાઇ મોટાભાગે લગ્ન પ્રસંગો, તહેવારો, ખાસ ઉજવણીઓ, તેમજ લાંબા પ્રવાસો કે યાત્રા સમયે તુરંત શક્તિ અને પોષણ આપનાર ભોજન તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.

Popular Business in surat By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.